ભારતની મહિલા ક્રિકેટ ટીમ, જેણે પહેલીવાર વુમન્સ વનડે વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે, તેણે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
ટીમની ખેલાડીઓએ પીએમ મોદીને ખાસ સ્મારક જર્સી ભેટ આપી, જેમાં તમામ ખેલાડીઓના હસ્તાક્ષર (સાઇન) હતાં.
આ પ્રસંગે BCCI પ્રમુખ મિથુન મન્હાસ અને ટીમ કોચ અમોલ મજૂમદાર પણ ઉપસ્થિત રહ્યા.
ઈજાગ્રસ્ત ખેલાડી પ્રતિકા રાવલ વ્હીલચેર પર દેખાઈ હતી, પરંતુ ટીમની ઉજવણીમાં તેની હાજરી ખાસ રહી.
📅 2 નવેમ્બર, ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો.
કૅપ્ટન હરમનપ્રીત કૌરએ ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ટેટૂનો ફોટો શેર કર્યો, જેમાં “2025” અને “52” લખેલું છે —
જે 2025ના મહિલા ODI વર્લ્ડ કપ, ફાઇનલની 52 રનની જીત, અને 1973 પછી મહિલા વર્લ્ડ કપના 52 વર્ષનું પ્રતિક છે.