પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબે તા.૦૧ ૧૧ ૨૦૨૫ના રોજ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે એકલાં રહેતાં માજીની હત્યા કરી સોનાના દાગીનાની લુંટનો બનેલ ગંભીર પ્રકારનો ગુન્હો શોધી કાઢી આરોપીઓને ઝડપી લેવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા અધિકારીશ્રીઓને સખત સુચના આપેલ.
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીશ્રીઓ સ્ટાફના માણસો આ બનાવ બનેલ ત્યારથી આ પ્રકારના ગુન્હો કરવાની ટેવવાળા માણસોની સતત પુછપરછ તથા અંગત બાતમીદારોથી માહિતી મેળવવા માટે મહેનત કરી રહેલ હતાં. દરમ્યાન અંગત બાતમીદારથી બાતમી મળેલ કે આ લુંટમાં ગયેલ સોનાના દાગીના કોંજળી ગામનો રહેવાસી વિપુલ ગીરધરભાઇ વાળા બજારમાં વેચાણ કરવા માટે ફરે છે. જે વિપુલ ગીરધરભાઇ અંગે મળેલ સચોટ બાતમી આધારે તેને એલ.સી.બી. ઓફિસ લાવી તેની આજરોજ તા.૦૬ ૧૧ ૨૦૨૫ના રોજ પુછપરછ કરતાં તેણે આ ગુન્હો કરેલ હોવાની કબુલાત કરેલ. જે લુંટમાં મળેલ સોનાના દાગીના તેણે નદીના વહેતાં પાણીમાં નાંખી દીધેલ હોવાનું જણાવેલ. જેથી આ અંગે આગળની વધુ તપાસ થવા માટે આરોપીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.