વિદેશી દારૂનો વેપાર અને વરલી મટકાનો જુગાર અને નશીલા પદાર્થનો વેપાર ધમધમ્યો
ટ્રાફિકની કામગીરી ની વાહવાહી અને પાછળ બુટલેગરો અને જુગારના સ્ટેન્ડ ચલાવનારાઓને જલસા
પૂર્વ પી.આઈ.એ.એન.ગઢવીએ બુટલેગરો પર કરેલો કંટ્રોલ એ.બી.પટેલે ગુમાવ્યો
સંસ્કારી નગરી વિસનગરને ફરી વાર કલંક લાગવાની તૈયારી થી રહી છે..એક 15 વર્ષીય બાળકી પર થયેલા ગેંગ રેપે સમગ્ર પંથકને હચમચાવી નાખ્યો હતો ત્યારે હાલમાં વિસનગર શહેરમાં પોલીસની મહેરબાનીથી બુટલેગરોને ઘી કેળા મળી રહ્યા છે.. અત્યાર સુધી બંધ કરેલા દેશી વિદેશી દારૂના સ્ટેન્ડ ધમધમી રહ્યા છે.વરલી મટકાના અને જુગારના સ્ટેન્ડ ચલાવનારને છૂટો દોર મળી રહ્યો છે. વિસનગર સીટી પી.આઈ કે.બી.પટેલને હાજર થયે હજી સમય પણ નથી થયોને બુટલેગરો અને જુગારીઓના સેટિંગ પાળવાનું ચાલુ થી ગયું છે..લોકમુખે તો એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિસનગરના એક ચકચારી કેસમાં આરોપીઓને હાજર કરવાના બંધ બારણે 3 લાખ રૂપિયા લીધા છે. આ સમગ્ર ખેલ રાત્રી દરમ્યાન મહેસાણા બાજુથી આવેલી એક ગાડીમાં પોલીસ ક્વાટર્સમાં પાળવામાં આવ્યો છે.ઉચ્ચ કક્ષાએથી
તપાસ કરવામાં આવે તો પી.આઈ. કે.બી.પટેલના પગ નીચેથી ચોક્કસ જમીન ખસી જાય તેમ છે.

વિસનગરમાં પોલીસને માત્ર રૂપિયા કમાવવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે.વિદેશી દારૂ અને ખુલ્લેઆમ વેચાતા નશીલા પદાર્થોએ યુવા ધનને બરબાદ કરવામાં કોઈ કસર બાકી રાખ્યું નથી.પૂર્વ પી.આઈ એ.એન.ગઢવીએ પોતાના કાર્યકાળ દરમ્યાન બુટલેગરો અને જુગારીઓ પર લગામ લાગી હતી જે હાલ છૂટો દોર મળી ગયો છે.. સીટી પોલીસ સ્ટેશનના જુના વહીવટદાર અને તેમની ટિમ બુટલેગરોની મીઠાઈ ખાઈને ગઈ અને હવે નવાનો વારો છે.
વિસનગરમાં આદર્શ સ્કૂલની સામે રામનગર ના રસ્તા પર આશિષ, કડા દરવાજા અમરતજી મલાજી,સોના કોમ્પ્લેક્સમાં વિજય પટેલ, દેણપ રોડ ઉપર સૂરો અને ભરત, ચેહરનગરમાં અજય દરબાર વગેરે નામચીન બુટલેગરો મોટા પાયે વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા છે..તો બીજી બાજુ રાહુલ પન્ના નામનો ઈસમ પોતાના 8 થી 10 એક્ટિવ પર શહેરમાં દારૂની હોમ ડીલેવરી પણ કરી રહ્યો છે. સુજલ નામનો ઈસમ અને લાલ દરવાજા વિસ્તારમાં ઇમરાન ને આરીફ વરલી મટકાનો જુગાર રમાડી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કમાણા ચોકડી વિસ્તારમાં વડનગર થી સ્પેશ્યલ ટિમ રમી અને તીન પત્તિનો જુગાર રમવા માટે આવે છે અને રાત્રી દરમ્યાન જુગાર રમાય છે. જેમાં પણ સીટી પોલીસના છુપા આશીર્વાદ મળી રહ્યા છે.

વિસનગરના યુવા ધનને બરબાદ કરનારા નશીલા પદાર્થોનું ખુલ્લેઆમ સેવન થઇ રહ્યું છે. પોલીસ કહે છે વિસનગરમાં ક્યાંય ગાંજો વેચાતો નથી પરતું ફતેહ દરવાજા વિસ્તારમાં કબ્ર સ્તનની સામે જાવેદ અને સુંશી રોડ ઉપર પેટ્રોલ પમ્પની સામે ઈમ્તિયાઝ અને તાજ મહમ્મ્દ નામના વ્યક્તિઓ દરરોજ ગાંજાનું કટિંગ કરી નાના વેપારીઓને આપી રહ્યા છે. જો રાત્રીના દરમ્યાન પોલીસ પેટ્રોલિંગ થતું હોય તો આ ગાંજાનો વેપાર પોલીસથી અજાણ હોઈ શકે ખરા?
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.બી પટેલે પોતાનો ભૂતકાળ ના ભૂલવો જોઈએ.ગરીબોને ન્યાય અપાવવાની મોટી વાતો તો ના કરવી જોઈએ. અત્યાર સુધી બંધ દારૂના અડ્ડાઓ કે.બી.પટેલના આવવાથી શરૂ થી ગયા છે.લોકમુખે તો એવી પણ ચર્ચા છે કે અમુક રાજકારણીઓને ઈશારે પોલીસ સ્ટેશનનો વહીવટ ચાલી રહ્યો છે. પોતાનો સ્વાર્થ સાધનારા આવા લોકોના હિસાબે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નામ વગોવાય તો નવાઈ નહિ?