ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા જયદિપસિંહ ઉર્ફે ચીનભા પ્રવિણસિંહ પરમારે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે થોડા દિવસ પહેલા બાઈક ચલાવવા બાબતે નિલેશ સાટીયા સાથે સામાન્ય બોલાચાલી થયેલજેની દાઝ રાખીને નિલેશ સાટીયા, સુમિત, જીગો અને પીન્ટો સહિતના ચાર શખ્સોએ નવ તારીખે રાત્રે ફુલસર રાધે પાને સિગારેટ પીવા માટે ઉભા રહ્યા હતા ત્યારે બોલાચાલી બાદ ગાળો આપી ઢીકા-પાટુંનો મારી અને પાઈપ વડે માથામાં ઘા ઝીંકીને ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાની ફરિયાદ બાદ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.