બિહારમાં પ્રથમ તબક્કાની 121 બેઠકો પર 64.46% મતદાન નોંધાયું છે — જે રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં એક નવો રેકોર્ડ માનવામાં આવી રહ્યો છે.
જો બીજા અને છેલ્લાં તબક્કાની 122 બેઠકો પર પણ આવી જ રીતે ઊંચું મતદાન થાય, તો તે બિહારની રાજનીતિનો માળખો જ બદલી શકે છે.
ઓછામાં ઓછા આંકડાઓ તો એ જ સંકેત આપી રહ્યા છે.
2020ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં માત્ર 55.68% મતદાન થયું હતું.
તે સમયે ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ હતી અને પ્રથમ તબક્કામાં માત્ર 71 બેઠકો પર મતદાન થયું હતું.
આઝાદી પછી બિહારમાં યોજાયેલી 17 વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ્સ સ્પષ્ટ બતાવે છે કે જ્યારે પણ મતદાનમાં 5%થી વધુનો ફેરફાર આવ્યો છે — તો રાજ્યમાં માત્ર સત્તા જ નહીં, રાજકીય દિશા અને યુગ બંને બદલાયા છે.
તેમ છતાં, ચારમાંથી ત્રણ રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે કદાચ સત્તા પરિવર્તન નહીં, પરંતુ બિહારની રાજનીતિનું સ્વરૂપ ચોક્કસ બદલાશે.