હિતુ કનોડિયાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરતા લખ્યું, ‘મારા નિર્માણમાં બનેલી મારી પહેલી ફિલ્મ ‘ચકાબૂમ’ની જાહેરાત કરતા હું ગર્વ અને અતિ ઉત્સાહ અનુભવું છું. જ્યારે મેં આ સ્ક્રિપ્ટ સાંભળી, ત્યારે તે મને ફટાકડાની જેમ લાગી…એક્શન, લાગણી, કૉમેડી, ડ્રામા… બધું એક ધમાકેદાર પેકેજમાં છે!’ફાટી ને?’ પછી, અમારી વિજેતા ટીમ વધુ એક સાહસ માટે ફરી એક થઈ છે, જે વધારે મોટું, વધારે ક્રેઝી અને સંપૂર્ણ મનોરંજક છે! સ્ક્રીન પર ટૂંક સમયમાં આગ લગાવવા માટે રાહ જોઈ શકતો નથી! હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ અને સ્કાય એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘ચકાબૂમ’ને ફૈસલ હાશ્મી ડિરેક્ટ કરશે. ફિલ્મની વાર્તા, સ્ક્રીન પ્લે અને સંવાદ ફેનિલ દવે અને ફૈસલ હાશ્મીએ લખ્યા છે. ફિલ્મમાં ગુજરાત પોલીસ અને સ્કોટલેન્ડ યાર્ડ (લંડન મેટ્રોપોલિટન પોલીસ સર્વિસના મુખ્ય મથક માટે વપરાતું એક પ્રખ્યાત નામ)ની વાર્તા જોવા મળશે. ફિલ્મ દિવાળી 2026 પર રિલીઝ થશે.