મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે અલગ અલગ જ્ઞાતિના શખસો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એકનું મોત થયું છે. જ્યારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે તમામ ઈજાગ્રસ્તોને ગોંડલ અને બાબરાની અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેક્ટર અડી જવાના કારણે બબાલ થઈ હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.બે જ્ઞાતિ વચ્ચે મારમારીની ઘટના બની છે. જેમાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. લગ્ન પ્રસંગમાં ઘોડીને ટ્રેકટર અડી જવાના કારણે આ મારામારી થયાની માહિતી મળી રહી છે. પોલીસ કાર્યવાહી તપાસ ચાલી રહી છે.