વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે મંગળવારે રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગુજરાત જોડો જનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા છે.
ગોપાલે જણાવ્યું કે ભાજપમાં જેટલો મોટો ગુંડો એટલો મોટૉ હોદ્દો આપવામાં આવે છે. સાથે જ ખેડુતોને લઈને પણ સરકાર પર આકરા પ્રહાર કરી વળતરની માગણી કરી છે. આ માંગણી પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે વળતર ચૂકવે છે તેના આધારે છે.આમ આદમી પાર્ટીએ 10 મુદ્દા આધારિત વિઝન ડૉક્યુમેન્ટ તૈયાર કર્યું છે. જેમાં ખેડૂતો, ખેતમજૂરો, ભાગુ રાખનાર, APMC, ટેકાના ભાવે ખરીદી, કપાસની ખરીદી અને દૂધ મંડળીઓના ભાવફરકસહિતના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આવનારા દિવસોમાં આ માંગણીઓ ખેડૂત મહાપંચાયત અને ખેડૂત ન્યાય પંચાયતના માધ્યમથી રજૂ કરવામાં આવશે