વિસનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરો બેફામ બનેલા છે જેમાં વિવિધ ચોરીઓ સામે આવી છે ત્યારે હવે સીટી પોલીસ સામે જ આવેલા એક બ્યૂટી પાર્લરમાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસની સબ સલામતની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે. ગૌરવ પથ રોડ પર આવેલ સ્કાય બ્યૂટી કેર નામની દુકાનમાં રાત્રીન્ના સમયે અજણ્યા ઈસમો મશીનો અને રોકડ ચોરીને ભાગી છૂટ્યા હતા. પોલીસ સ્ટેશનના સામે જ બનાવ બનતા પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે. સીટી પોલીસ ટ્રાફિકને લઈને લારીઓ અને ગાડીઓ હટાવીને સારું કામ કરી રહી છે પણ જનતાના માલ સામાન અને દુકાનોને નિશાન બનાવતા ચોરો સામે કડક કાર્યવાહી થશે કે નહી એવો સવાલ હવે જનતાના મનમાં ઉઠી રહ્યો છે. વિસનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડેલી હોવાથી પોલીસ દરેક મોર્ચા પર કડક વલણ અપનાવે એ જરૂરી બની ગયું છે. ચોરીના બનાવથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતા જોવા મળી છે…