વહેલી સવારે ઝાલોદ નજીક માર્ગ અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી હતી.જેમાં રાજસ્થાનના નિમ્બાહેડાથી સિમેન્ટ બનાવવાના ભારે પથ્થરો ભરીને ગુજરાતના બાલાસિનોર તરફ જઈ રહેલું હરિયાણા પાસિંગનું એક વિશાળ ટ્રેલર ઝાલોદના વેલપુરા ગામ પાસે અચાનક પલટી મારી ગયું હતું.ઘટનાની જાણ થતાં જ ઝાલોદ પોલીસનો કાફલો તાત્કાલિક વેલપુરા ગામ પાસે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે માર્ગ વ્યવહાર પૂર્વવત કરવા અને પલટી ગયેલા ટેલરને હટાવવાની કાર્યવાહી શરૂ કરીને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી.