પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા પેરોલ ફર્લોની ટીમ સુરત ખાતે તપાસમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મોઢેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ચાર વર્ષથી નાસતો-ફરતો આરોપી સુરતના શ્યામ વૃંદાવનમાં હાજર છે. ઉક્ત બાતમી આધારે પેરોલ ફર્લોની ટીમે બાતમી વાળી જગ્યાને કોર્ડન કરી આરોપી દિવ્યેશ રમણીકભાઈ લાડાણી રહે. સુરત, મૂળ રહે. જામજોધપુરના વસાજાડીયા વાળાને ઝડપી લીધો હતો. આરોપીને ઝડપી મોઢેરા પોલીસને સોંપી વધુ તપાસની તજવીજ હાથ ધરી હતી.