ભાવનગર શહેરમાં દંપતિ બાળકને ત્યજીને ફરાર થતાં ચકચાર મચવા પામી છે. ઘોઘા રોડ વિસ્તારમાં એક મહિલાના ઘરે પીવાનું પાણી માંગી પોતાની બાલકીને ત્યાં જ મુકીને દંપતિ ફરાર થતાં મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે બાળકીના માતાપિતાને શોધવા કાર્ય્વાહી હાથ ધરી છે અને હોસ્પિટલોમાં પણ તપાસનો દોર શરું કરવામાં આવ્યો છે