મહેસાણા તાલુકાના છઠીયારડા બસ સ્ટેન્ડ નજીક આવેલા બ્રિજ નીચે રૂપેણ નદીના પટમાં આવેલા પથ્થરો પાસેથી માણસનો કપાયેલો પગ મળી આવ્યો હતો. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હું નદી પટમાં શૌચ માટે ગયો હતો, એ દરમિયાન મેં આ પગ જોયો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી હતી.સમગ્ર મામલે પોલીસે કપાયેલા પગને તપાસ માટે અમદાવાદ લેબમાં મોકલી આપ્યો છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે આ પગ કોઈ દર્દીનો છે કે પછી હત્યા કરાયેલ અંગ છે. હાલ બન્ને દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે