વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈ જતું ફિલિપિન્સનું વાયુસેનાનું હેલિકોપ્ટર અગુસાન ડેલ સુર પ્રાંતમાં ક્રેશ થતાં છ સૈનિકનાં મોત થયાં હતાં. સુપર હ્યુ હેલિકોપ્ટર દક્ષિણ અગુસાન ડેલ સુર પ્રાંતના લોરેટો શહેર નજીક ક્રેશ થયું હતું. પૂર્વીય મિંડાનાઓ લશ્કરી કમાન્ડે એક પ્રારંભિક નિવેદનમાં જણાવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર વાયુસેનાના કર્મચારીઓને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે,ફિલિપિન્સમાં શક્તિશાળી વાવાઝોડા કલમાગીએ તબાહી મચાવી છે. અધિકારીઓનું કહેવું છે કે અત્યારસુધીમાં 90 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 26 ગુમ છે. દેશના મધ્ય પ્રાંતો જે તાજેતરના ભૂકંપમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા નથી એમને સૌથી વધુ નુકસાન થયું છે.