દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે.આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ એમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે.ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.