યુએસ સ્પેસ ફોર્સ કમાન્ડ અનુસાર અમેરિકાએ હથિયાર વગરની મિનિટમેન-3 ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ એરફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવી હતી. આ મિસાઇલને “મિનિટમેન” તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે એક મિનિટમાં તૈયાર થઈ જાય છે. અમેરિકા 2030 સુધીમાં તેને નવી મિસાઇલથી બદલવાની યોજના ધરાવે છે, પરંતુ આ પરીક્ષણો ત્યાં સુધી ચાલુ રહેશે.તેમણે પેન્ટાગોનને તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો. જોકે, ઊર્જા વિભાગે સ્પષ્ટતા કરી કે વિસ્ફોટક પરીક્ષણો હાલમાં કરવામાં આવશે નહીં.આ પરીક્ષણ રેનિયર મેસા પર્વતથી 2,300 ફૂટ નીચે નેવાડા પરીક્ષણ સ્થળ પર કરવામાં આવ્યું હતું, જેથી રેડિયેશન ફેલાતું અટકાવી શકાય. તેનું કોડનેમ ડિવાઇડર હતું.