શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલયના “અમૃત મહોત્સવ” અંતર્ગત 24/08/2023 ના રોજ સ્ટડી એન્ડ લાઇફ સ્કીલ ડેવલોપમેન્ટ વર્કશોપ યોજાયો. જેમાં મોટીવેશનલ સ્પીકર એન્ડ ટ્રેનર તરીકે પદમસિંહ કનડીયા (ઈડર નિવાસી) ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ પુસ્તક અર્પણ કરી કર્યું હતું.
સ્ટડી એન્ડ લાઇફ સ્કીલ ડેવલોપમેન્ટ વર્કશોપ અંતર્ગત પદમસિંહ કનડીયાએ વિદ્યાર્થીઓને માઈન્ડ અને મેમરી વિષે સદૃષ્ટાંત સમજ આપી મેમરી રીસીવ, મેમરી એન્ટ્રી, મેમરી સેવ, મેમરી રીકોલ વિષે પ્રેરણાદાયી વાતો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહિત કરી બ્રેઈન અને માઈન્ડની કાર્ય ક્ષમતા વિષે સમજ આપી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ ક્ષેત્રે મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કરી યાદ શક્તિ વધારવાની વિવિધ રોચક પદ્ધતિઓ શીખવી વિદ્યાર્થીઓનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.
આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉમંગ અને ઉત્સાહભેર ભાગ લઈ અભ્યાસ ક્ષેત્રે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું. આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. જે બાબતે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.