Rain In Winter : ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઇ છે ત્યારે તે અગાઉ જ વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 26-27 નવેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ ની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર 26 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી-દાહોદ-પંચમહાલ- અમરેલી-ભાવનગર-દેવભૂમિ દ્વારકા-ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદર-રાજકોટમાં જ્યારે 27 નવેમ્બરના દમણ-દાદરા નગર હવેલી-અમદાવાદ-આણંદ-અરવલ્લી- ગાંધીનગર-ખેડા-મહીસાગર-મહેસાણા- અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ- જુનાગઢ-બોટાદ-સુરેન્દ્રનગર-રાજકોટમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

પાકને થઇ શકે છે નુકસાન
- Advertisement -
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ છઠ્ઠા અને સાતમા દિવસે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવા છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવતા ખેડૂંતોની ચિંતામાં વધારો કર્યો છે. રાજ્યમાં માવઠાની આગાહી થતા તૈયાર થયેલા પાકને નુકસાન થવાની ભીતિ વર્તાઈ રહી છે.
નલિયા સૌથી ઠંડુગાર
ગત રાત્રિએ નલિયામાં 13.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 20.8 ડિગ્રી સાથે સરેરા લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયો હતો. આગામી પાંચ દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં ઘટાડો નોંધાય અને સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી વધી જાય તેવી સંભાવના છે. ગુજરાતમાં માવઠા બાદ ઠંડીના જોરમાં વધારો થઈ શકે છે.

(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
- Advertisement -
Editor:- Police Public Press, Crime Times Newspaper