કાંસા ગામે આઈવા ચાલકે એક બાઈકને ટક્કર મારતાં ૩ જણાંના ઘટના સ્થળે મોત થયાં હતા
વિસનગર તાલુકાના કાંસા ગામે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક પર સવાર એક જ પરિવારના માતા,પિતા અને પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. જેમાં તેમના મોત થતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. તાલુકા પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ ફરાર ડમ્પર ચાલકને શોધી કાઢી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વિસનગર પાસેના કાસાથી ઈયાસરા ગામ નજીક બાઈક પર વાલમ તરફ જઈ રહેલા પરીવારને આઈવાના ચાલકે બાઈકને ટક્કર મારતા ત્રણના મોત નિપજ્યા હતા.
આ ઘટનામાં આઈવાનો ચાલક અકસ્માત કરી નાસી છુટયો હતો. વિસનગર તાલુકા પોલીસે લાલાભાઇ હકલાભાઇની ફરિયાદ લઇ આઇવા ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો હતો, જેમાં તાલુકા પોલીસે ખંડોસણના રમેશભાઇ સવજીભાઇ ચૌધરી ની અકસ્માતના ગુનામાં ધરપકડ કરી છે.