તા-11/8/2023 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરમાં QDC કક્ષાનો કલા ઉત્સવ યોજાયો હતો. આ કલા ઉત્સવમાં મા.વિ. અને ઉ.મા.વિ. બન્ને વિભાગની ગાયન, વાદન, બાળકવિ અને ચિત્ર સ્પર્ધા વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં નિર્ણાયક તરીકે શ્રી મનુભાઈ નાયક તથા શ્રી રામાભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સ્વાગત શાળાના આચાર્યશ્રીએ પુસ્તક અર્પણ કરી કર્યું હતુ.
આ કલા ઉત્સવમાં કુલ 11 શાળાઓના આશરે 50 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી સ્પર્ધામાં વિદ્યાર્થીનું નામ કે શાળાનુ નામ વગેરે વિષે પરીચય ન આપતા ફકત આદર્શ વિદ્યાલય તરફથી આપવામાં આવેલ કોડ નંબર આધારિત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ અનોખી પહેલથી ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ખુશ જણાયા હતા તથા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને આદર્શ વિદ્યાલય તરફથી પ્રોત્સાહન રૂપે ચોપડા આપવામાં આવ્યા હતા.
આ કલા ઉત્સવમાં આદર્શ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં મા.વિ.માં બાળકવિ સ્પર્ધામાં દિયા પી. ચૌધરી (ધો-9) પ્રથમ નંબર અને ઉ.મા.વિ.માં વાદન સ્પર્ધામાં સ્મિત પ્રજાપતિ (ધો-12) પ્રથમ નંબર અને બાળકવિ સ્પર્ધામાં કિંજલ ડી. રાવળ (ધો-11) દ્રિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આમ આચાર્યશ્રીના માર્ગદર્શન નીચે તથા સમગ્ર સ્ટાફ મિત્રો સહયોગથી QDC કક્ષાના કલા ઉત્સવનું સુંદર આયોજન થવા બદલ અને આ કલા ઉત્સવમાં શાળાના વિધાર્થીઓ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.