“ગુજરાત વેક્ટર બોર્ન ડીસિઝ કંટ્રોલ રેગ્યુલેશન 2017” અન્વયે તમામ અધિકાર ક્ષેત્રમાં આવેલ મિલકતમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનો નાબુદ ન કરવા અથવા ઉત્પતિ સ્થાનો પ્રાપ્ત થવા તથા આરોગ્ય અધિકારીશ્રીના સૂચનનું પાલન ન કરવું તે રોગચારા અધિનિયમન હેઠળ સજાને પાત્ર ગુનો ગણાય છે જે સત્વરે દૂર કરવા સૂચના આપવામાં આવે છે અને ત્રણ દિવસમાં પૂર્ણ કરવા જણાવવામાં આવે છે જો તેમ ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલ કરવામાં આવે છે.
જે અન્વયે આજરોજ તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. આર ડી પટેલ સાહેબની સૂચના અન્વયે વિસનગર તાલુકામાં NVBDCP પ્રોગ્રામ અંતર્ગત મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા ન થાય તે માટે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે કુલ ચાર ટીમો જેમાં મેડિકલ ઓફિસરશ્રી,આયુષ મેડિકલ ઓફિસર, હેલ્થ સુપરવાઇઝર તથા આરોગ્ય કર્મચારીની ટીમ બનાવી કન્સ્ટ્રકશન સાઈટ ટાયર પંચર, ભંગારવાળા તેમજ ફેક્ટરીઓ જેવા વિવિધ વિસ્તારમાં સર્ચ કરી કુલ 22 જગ્યા એ રૂપિયા 4950 એકત્રિત કરેલ છે
ડો. આર ડી પટેલ ઓફિસર શ્રી ના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવ ફક્ત દંડ એકત્રિત કરવા માટે નહીં પરંતુ લોકોમાં જનજાગૃતિ લાવી લોક હિતાર્થ અને સુખાકારી માટે આ કામગીરી કરવામાં આવેલ છે.