|

VISNAGAR: નવી બનેલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરી તથા આવસ નું બાંધકામ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

Rishikesh Patel

વિસનગર તાલુકા પંચાયત સંકુલ ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, અને લોકાર્પણ સમારોહ 92.58 કરોડના 54 પ્રોજેક્ટ્સ માટે આયોજન કરવામાં આવ્યો હતો. તેમાં નવીન બનેલ નાયબ પોલીસ અધિકારીની કચેરી તથા આવાસના બાંધકામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા.

વિસનગર તાલુકા પંચાયત સંકુલમાં નગરપાલિકા ભવનનું ભૂમિપૂજન પણ થયું, જેનામાં નવીન નગરસેવા સદન, શહેરમાં સી.સી.રોડ, ઓવરહેડ ટેંકી, પેવર બ્લોક સહિત કામગીરીનું ખાતમુહૂર્ત, અને ડામર રોડ, ઓવરહેડ ટેંકી, સંપ, સહિતનું ભૂમિપૂજન, કમ્પાઉન્ડ વોલ, ઓવરહેડ ટેંકી, સંપ, પેવર બ્લોક, શેડ, ગોડાઉન, સહિત વિવિધ કામગીરીનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેમજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું, જેનાથી કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્વારા.

Nirbhay Marg News YouTube Channel
Police office

આ કાર્યક્રમમાં સીએસઆર ફંડથી સેલ કાઉન્ટર, બેબી વોર્મર, ડિલિવરી ટ્રે સહિતની કીટ નું વિતરણ અને બે એમ્બ્યુલન્સ વાનની ખુલ્લી મૂકવામાં આવી હતી. આમાં ફંડથી આપનારનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કર્યા હતા. કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલ ને જણાવ્યું હતું કે, નગરપાલિકા ભવનનું ભૂમિપૂજન અને ડીવાયએસપી કચેરી અને બંગલાનું લોકાર્પણ સહિત 100 કરોડના કામોના ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે. ભારતીય જનતા પાર્ટી જણાવે છે કે જેનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થાય તેનું લોકાર્પણ પણ તેમની જ કરવામાં આવે છે. 2014માં 270 સીટો આપી, 2019માં 300 થી વધારે સીટો આપી આ વખતે પ્રજાનો ઉત્સાહ અને નારો છે કે અબકી બાર 400 કે પાર.

Nirbhay Marg News YouTube Channel

આ કાર્યક્રમમાં મહેસાણા રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, ભાજપ સહ પ્રવકતા જયરાજસિંહ પરમાર, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, મહેસાણા ધારાસભ્ય મૂકેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી જાસ્મીન હસરત, જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા આરોગ્ય અધિકારી કાપડિયા, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકર, પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ મનીષ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો