| |

HEALTH: સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ (STT) કોલેજ વિસનગર ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

VISNAGAR: તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર ડી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ (NTCP) અંતર્ગત સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ (STT) કોલેજ વિસનગર ખાતે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ નંબર વિજેતા મેશ્વા પ્રદ્યુમન પટેલને બેગ, બીજા નંબરે વિજેતા સુથાર જાનવી અને ઝાલા દ્રષ્ટિને ફાઈલ તથા ત્રીજા નંબરે વિજેતા રાકેશભાઈ સોલંકી ને ફોલ્ડર ઇનામ સ્વરૂપે આપવામાં આવેલ છે આ સાથે પ્રથમ ત્રણ નંબરને ટ્રોફી પણ આપવામાં આપેલ છે તથા તમામ પાર્ટિસિપેટને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવેલ છે.

VISNAGAR: જેમાં સ્પર્ધકો દ્વારા તમાકુ અને તમાકુ ની બનાવટ ના વ્યસન થી થતા આર્થિક સામાજિક નુકસાન વિશે સુંદર રીતે સમજ આપવામાં આવેલ હતો.પ્રદ્યુમન પટેલ હેલ્થ સુપરવાઇઝરે COTPA અને તેની કલમો વિશે વિસ્તૃત માહિતી આપેલ છે અને મહેન્દ્રસિંહ ચાવડા એ વ્યસનને જીવલેણ બતાવેલ છે. આ સાથે અર્બન હેલ્થ સેન્ટર વિસનગર માંથી નવદીપ રાવળ, નીરજભાઈ બારોટ અને ધવલ ભાઇ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ તાલીમાર્થીઓએ વ્યસનથી દૂર રહેવાનો સંકલ્પ લીધેલ હતો

આ સાથે આ કોલેજના કેમ્પસને TOFEI Tobacco Free Education Institute (તમાકુ મુક્ત પરિસર) પણ જાહેર કરવામાં આવેલ છે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસટીટી કોલેજના પ્રિન્સિપાલ અશોકભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવેલ છે અને તમામ અધ્યાપક શ્રી હાજર રહી સાથ સહકાર આપેલ છે.

Similar Posts