ભારત વિકાસ પરિષદ વિસનગર શાખા દ્વારા તા.૧૩-૦૮-૨૦૨૩ ને રવિવારે એસ.કે.યુનિવર્સિટી, વિસનગર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિવિધ શાળાઓ દ્રારા વિવધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં શ્રીમતી એલ.આર.એચ.પટેલ (ગોળવાળા) પ્રાથમિક શાળા અને ડૉ.કિરણ પટેલ હેપ્પી ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ તથા માધ્યમિક વિભાગમાં શેઠશ્રી મુ.લ.અને શેઠશ્રી મો.હ. સરદાર પટેલ વિદ્યાલયના બાળકોએ ભાગ લીધેલ હતો.
પ્રાથમિક વિભાગમાં ડૉ.કિરણ પટેલ હેપ્પી ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમાંક અને માધ્યમિક વિભાગમાં શેઠશ્રી મુ.લ.અને શેઠશ્રી મો.હ. સરદાર પટેલ વિદ્યાલયે ત્રીજાે ક્રમાંક મેળવી સમગ્ર સરદાર પટેલ વિદ્યા-સંકુલ વિસનગરનું ગૌરવ વધારેલ છે. તમામ વિદ્યાર્થીઓ અને પડદા પાછળ રહી તેમને તૈયાર કરનાર સારસ્વત મિત્રોને સરદાર પટેલ વિદ્યા-સંકુલ વિસનગર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવમાં આવ્યા હતા.