વિસનગરના ગોઠવા ગામના યુવકને કાકાજી સસરાએ જમાઈને ફોન પર ધમકાવ્યો
વિસનગર તાલુકાના ગોઠવા ગામના યુવકની પત્નીના કાકાએ ફોન કરી ‘મારી ભત્રીજીને છૂટાછેડા આપી દે નહિંતર જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતા યુવકે આ અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોઠવા ગામના કેલીસણા રોડ પર રહેતા યુવકના લગ્ન ચાણસ્મા તાલુકાની દીકરી સાથે થયા હતા. જેમાં યુવકના પિતાએ યુવતીના પિતાને લગ્ન સમયે 25 તોલાના સોનાના દાગીના અને 10 લાખ રોકડા આપ્યા હતા. જેમાં લગ્ન બાદ પત્ની સારી રીતે રહેતી હતી, પરંતુ લગ્નના થોડા સમય પછી પત્ની ફોન પર વ્યસ્ત રહેતા યુવકે ઠપકો આપતા યુવતી પિયર જતી રહી હતી.
આ બાબતે પત્નીના પિતાને જાણ કરતા ‘મારી દીકરી છે ગમે તે કરે એમાં મને કંઈ કેવાનું નહિ’ તેવું જણાવ્યું હતું. જેમાં વારવાર ફોન કરી છૂટાછેડા માટે કહેતા યુવકે અમે આપેલા દાગીના અને 10 લાખ આપી દો તો અમે તમને છૂટાછેડા આપીશું.
- Advertisement -
5 જૂનના રોજ યુવક સવારે ગોઠવા ઘરે હાજર હતા. તે દરમિયાન ફોન પર કાકાજી સસરાએ ફોન કરી ‘તમારા પૈસા કે દાગીના આપવાના નથી અને તમે મારી ભત્રીજીને છૂટાછેડા આપી દો નહિ તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપતા યુવકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.