VISNAGAR : આદર્શ હાઇસ્કુલ વિસનગર ખાતે સ્વ.ઝવેરચંદ મેઘાણીના જન્મજયંતિ ની ઉજવણી

૨૮-૮-૨૦૨૩ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત શ્રી આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા કસુંબીનો રંગ સંજ્ઞા હેઠળ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી વિભાગના અધ્યાપક્શ્રી અને તમામ વિભાગના વિદ્યાર્થીઓની ઝવેરચંદમેઘાણીના જીવન-કવન અને સાહિત્ય યોગદાન વિષે વિવિધ માહિતી તથા વિવિધ વક્તવ્ય અને કાવ્યપઠન રજૂ કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓ સહભાગી બની આજના દિવસને યાદગાર બનાવ્યો હતો. વ્યાખ્યાનની શુભ શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. અધ્યાપક દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું અને અંતમાં આભારવિધિ કરી વ્યાખ્યાનને સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ હતું. આયોજન કરવા બદલ પ્રિન્સિપાલશ્રી તથા પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારોએ સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.