|

VISNAGAR : 17 વર્ષીય સગીરાને ગામના જ શખ્સે દુષ્કર્મ આચાર્યુ,સગીરાને જાનથી મારી નાખવાની ધમકી

VISNAGAR

CRIME : વિસનગર તાલુકાના એક ગામમાં રાત્રે કુદરતી હાજતે ગયેલી 17 વર્ષીય સગીરા પર ગામના જ એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે.

પોલીસના જણાવ્યા મુજબ, સગીરા ગઈ રાત્રે ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી ત્યારે ગામના જ 20 વર્ષીય શખ્સે તેણીને ખેતરમાં ખેંચી લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપી શખ્સ સગીરાને ધમકી આપતો રહ્યો હતો અને તેણીને કોઈને કહી નહીં દેવાનું જણાવ્યું હતું. વિસનગર તાલુકાના એક ગામમાં ગત 1લી માર્ચ, 2024ના રોજ રાત્રે 17 વર્ષીય સગીરા ખેતરમાં કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે ગામના જ ઠાકોર સુરેશજી પ્રહલાદજીએ તેણીને પકડી એરંડાના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું.

આ ઘટના બાદ સુરેશજીએ સગીરા અને તેના નાનાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડરના કારણે સગીરાએ આ ઘટના કોઈને કહી ન હતી.જોકે, સુરેશજી સગીરાને એકલી જોઈ વારંવાર હેરાન કરતો હોવાથી, આખરે તેણે ઘટનાની જાણ પરિવારજનોને કરી. જેના આધારે સગીરાએ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠાકોર સુરેશજી પ્રહલાદજી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.