વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં સિધ્ધેશ્વરી માતાના મંદિર પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમાય છે. તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરી જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા.
કડા ગામની સીમમાં સિધ્ધેશ્વરી માતા મંદિરની પાછળ આવેલા ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમે છે. તે આધારે ઘટનાસ્થળે જઈ રેડ કરતા જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે વિજયભાઈ મણીલાલ પટેલ, જયદીપકુમાર પહાડજી રાઠોડ, હરેશભાઈ સોમાભાઈ પરમાર, જશવંતભાઈ મોહનભાઈ શ્રીમાળી, ભરતભાઈ બળદેવભાઈ દેવીપુજકને ઝડપી લઈ જુગાર સાહિત્ય સહિત કુલ રૂ. 13,520ના મુદ્દામાલ કબજે લઇ તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.