|

VADODARA : નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત

National Highway

VADODARA: વડોદરામાં ગઈકાલે રાત્રે મોડી નેશનલ હાઇવે પર થયેલ અકસ્માતમાં એક પરિવારના 5 સભ્યોનું મોત થયું છે. જામ્બુવાથી તરસાલી તરફ કારમાં જઈ રહેલા પટેલ પરિવારને અકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં ઉભેલ કન્ટેનરમાં કાર પાછળથી અથડાઈ હતી. પાટીદાર પરિવાર સુરતથી વડોદરા તરફ આવ્યો હતો. ત્યારે આ અકસ્માતમાં 1 વર્ષના બાળક સહિત 5 લોકોનું મોત થયું છે.

વડોદરાનો જે પાટીદાર પરિવાર મોતને ભેટ્યો તેમાં બે સગા ભાઈ, બંનેની પત્ની અને એક બાળકનું મોત નિપજ્યું. મૃતક પ્રજ્ઞેશ અને ભાવેશ બંને MRની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતકના મિત્રોએ કહ્યું, પરિવાર પિકનિક કરવા પ્રજ્ઞેશના ભરૂચના નિકોરા ગામમાં આવેલ ખેતરમાં ગયું હતું. પિકનિક પૂરી કરી વડોદરા પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માત થયો હતો.

Nirbhay Marg News YouTube Channel
accident

પ્રજ્ઞેશભાઈ પટેલ (ઉં.વ. ૩૪), ભાવેશભાઈ પટેલ (ઉં.વ. ૩૦), ઉર્વશિબેન પટેલ (ઉં.વ. ૩૧), ભૂમિકાબેન પટેલ (ઉં.વ. ૨૮), લવ પટેલ (ઉં.વ. ૧) અને અકસ્માતમાં બચી જનાર અસ્મિતા પટેલ (ઉં.વ. ૪)

Nirbhay Marg News YouTube Channel

અકસ્માતમાં 4 વર્ષની બાળકી અસ્મિતા પટેલનો આબાદ બચાવ થયો છે. અકસ્માતની જાણ થતાં મકરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડને પણ મદદ માટે બોલાવાઈ હતી. હાઇવે પર રોડની સાઈડમાં ઉભા રહી જતા મોટા વાહનો લોકોના જીવ લઇ રહ્યા છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો