KHERALU : ન.પાના સેનેટરી વિભાગે પકોડીની લારી પર તવાઈ બોલાવી

ખેરાલુ શહેરમાં પાલિકાના સેનેટરી વિભાગના ઇન્સ્પેક્ટર ભાવેશ વાઢેરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વ્યાપારીઓની દુકાનોમાં તપાસ કરી હતી.જેમાં કેટલાક વ્યાપારી પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચતા પાલિકાની ટીમના હાથે ઝડપાઇ જતા છ કિલોથી વધુ પ્લાસ્ટિક કબ્જે કરી 3 હજાર જેટલો દંડ ફટકારવામાં આવતા અન્ય વ્યાપારીઓમાં ફફડાટ પેસી ગયો હતો.

ત્યારબાદ બીજી બાજુ શહેરમાં ખાણી પીણી ના સ્ટોલ ચલાવતા તેમજ પકડી વેંચતા સંચાલકોને ત્યાં પણ ચેકિંગ કરતા 13 થી વધુ પકોડીની લારીઓ પરથી વાસી અને સડેલા બટેકા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ પહેલા રાઉન્ડમાં પાલિકાએ નોટિસ અને ચેતવણી આપી હતી ત્યારબાદ આગામી દિવસોમાં અખાદ્ય ચીજવસ્તુઓ વેંચતા ઝડપાસે તો દંડ ફટકારવામાં આવશે તેવું પાલિકાએ જાણવ્યું હતું.