અમેરિકામાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયા સુધી, ચેપના ૭૩ ટકા કેસ નવા પ્રકારો સાથે સંબંધિત છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આંકડા દર્શાવે છે કે માત્ર એક અઠવાડિયામાં ઓમિક્રોન ચેપના કેસોમાં લગભગ છ ગણો વધારો થયો છે. રાષ્ટ્રીય દર દર્શાવે છે કે ગયા અઠવાડિયે અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટના ૬,૫૦,૦૦૦ થી વધુ કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના વાયરસ સંક્રમણના ઓમિક્રોન વેરિઅન્ટના વધુ ૧૯ નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંખ્યા વધીને ૧૭૪ થઈ ગઈ છે. સોમવારે ૫ રાજ્યોમાં પૈકી દિલ્હીમાં ૮, કર્ણાટકમાં ૫, કેરળમાં ૪, રાજસ્થાન અને ગુજરાતમાં એક-એક કેસ નોંધાયા હતા. દિલ્હીમાં નોંધાયેલા મોટાભાગના કેસોમાં લોકો અન્ય સ્થળોએ ગયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં નવા વેરિઅન્ટથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૩૦ થઈ ગઈ છે. જ્યારે ઓછામાં ઓછા ૧૨ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.સિંગાપોરમાં સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, દેશમાં કોવિડ-૧૯ના ૧૯૫ નવા કેસ સામે આવ્યા છે, જેમાંથી ૪૫ કેસ ઓમિક્રોન વેરિઅન્ટના છે. સિંગાપોરના એક શોપિંગ સેન્ટરના જિમમાંથી ઓમિક્રોનના કેટલાયક કેસ નોંધાયા છે. ઑસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ન્યુ સાઉથ વેલ્સમાં પ્રથમ વખત કોવિડ-૧૯ના નવા કેસ ૩,૦૦૦ને પાર થયા છે, વડા પ્રધાન સ્કોટ મોરિસન પર બૂસ્ટર ડોઝ આપવાની ઝુંબેશને વેગ આપવાનું દબાણ વધ્યું.કોરોનાવાયરસના નવા પ્રકાર, ઓમિક્રોન એ વિશ્વને ઘેરી લીધું છે. અમેરિકામાં ઓમિક્રોનના મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે પ્રથમ મૃત્યુ ટેક્સાસમાં નોંધાયું હતું. કોવિડ-૧૯ના કહેરનો ભોગ બનેલા અમેરિકામાં આ સમયે ૭૩ ટકા કેસ ઓમિક્રોનના છે. પબ્લિક હેલ્થના નિવેદન અનુસાર, આ વ્યક્તિની ઉંમર ૫૦ વર્ષની આસપાસ હતી, તેણે રસી લીધી ન હતી અને તે પહેલાથી જ કોવિડ-૧૯ થી સંક્રમિત હતો. અમેરિકામાં ઓમિક્રોન વેરિઅન્ટના કારણે મૃત્યુનો આ પહેલો કેસ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ‘રસી ન મળવાને કારણે આ વ્યક્તિ માટે જાેખમ ઘણું વધારે હતું. આ સિવાય તેમની તબિયત પણ બહુ સારી નહોતી.