BREAKING NEWS: જેસલમેરમાં તેજસ ફાઈટર પ્લેન ક્રેશ,પાયલોટ નો આબાદ બચાવ

PLANE CRASH 02

PM મોદીના કાર્યક્રમથી 100 KM દૂર ફાઈટર પ્લેન હોસ્ટેલ સાથે અથડાયું

PLANE CRASH: રાજસ્થાન ના જેસલમેરમાં ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન ફાઈટર જેટ ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ શહેરથી 2 કિમી દૂર ભીલ સમુદાયની હોસ્ટેલ સાથે અથડાયું. ઘટના સમયે હોસ્ટેલ ખાલી હતી. તેથી બહુ નુકસાન થયું નથી.

Nirbhay Marg News YouTube Channel

પ્રાપ્ત માહિતી અનુસાર ફાઈટર પ્લેનમાં બે પાયલટ હતા. જ્યારે એરફોર્સના અધિકારીએ કહ્યું એક જ પાયલોટ હતો અને તે ઘાયલ છે. હાલ તેને આર્મીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ ઘરની દિવાલ સાથે અથડાયો હતો. અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો.આ દુર્ઘટના પોખરણમાં ચાલી રહેલી એક્સરસાઇઝ સાઇટથી લગભગ 100 કિમી દૂર જેસલમેરમાં થઈ હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા નેતાઓ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

Nirbhay Marg News YouTube Channel

જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહર કોલોનીમાં તેજસ ફાઈટર જેટના ક્રેશની ઘટના અંગે સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

દુર્ઘટના સમયે રૂમમાં કોઈ નહોતું

ભીલ સમાજની હોસ્ટેલ પાસે મેઘવાલ સમાજની હોસ્ટેલ આવેલી છે. મેઘવાલ સમાજ હોસ્ટેલમાં રહેતા ગીરધારી લાલે જણાવ્યું- ભીલ સમાજની આ હોસ્ટેલમાં પાંચ રૂમ છે. જે રૂમની બહાર ફાઈટર જેટ અથડાયું ત્યાં લગભગ 15 બાળકો રહે છે. બાળકો સવારે 7 વાગે નીકળી ગયા હતા. તેથી કોઈ જાનહાનિ થઈ નથી.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો