ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિન નિમિત્તે સમગ્ર દેશમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ મ્યુનિસિપલ હાઇસ્કુલ ખેરાલુમાં 180 જેટલા બાળકોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી.
સમૂહ પ્રાર્થનામાં શાળાના આચાર્યશ્રી વિનુભાઈ ચૌધરીએ શિક્ષક દિન નો મહિમા વિશે વિસ્તૃત વાત કરી હતી.ચાણક્યના શબ્દોમાં કહીએ તો “શિક્ષક કભી સાધારણ નહી હોતા, નિર્માણ ઓર પ્રલય ઉનકી ગોદમે ઢલતે હૈ” એવા શિક્ષકનો મહિમા જણાવી શિક્ષકોને પણ શ્રેષ્ઠ કામ કરી સમાજ નિર્માણમાં સહભાગી થવા તથા વિદ્યાર્થીઓમોં પડેલી શક્તિઓને ખીલવવા આહવાન કર્યું હતુ.આજે વિદ્યાર્થીઓએ શિક્ષક બની વર્ગખંડની અંદર સુંદરકામ કર્યું. સ્ટાફ મિત્રો તરફથી ભાગ લીધેલ તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને નાસ્તો કરાવ્યો હતો.