|

INDIA: સુપ્રીમ કોર્ટનો સ્ટે, ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરવાનો આદેશ


New Delhi: સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ઠેરવીને મોટો ચુકાદો આપ્યો છે. મોટી રકમના ડોનેશનને છુપાવવાનો અધિકાર કોઈનેય નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર રોક લગાવી દીધી છે અને આગામી ત્રણ અઠવાડિયામાં ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારી જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદાના મુખ્ય મુદ્દા:

Nirbhay Marg News YouTube Channel

ચૂંટણી બોન્ડ યોજના ગેરબંધારણીય છે. મોટી રકમના ડોનેશનને છુપાવવું ગેરકાયદેસર છે.રાજકીય પક્ષોને કોણે અને કેટલું ડોનેશન આપ્યું તે જાહેર કરવું ફરજિયાત છે.SBIએ 2019થી અત્યાર સુધીના ચૂંટણી બોન્ડની તમામ જાણકારી 6 માર્ચ સુધીમાં જાહેર કરવી.2019થી એસબીઆઈએની સારી સરકારી તમામ માહિતી જાહેર કરવાનું નિર્ણય લીધું છે. એસબીઆઈએ હવે દરેક બોન્ડની માહિતી પ્રકટ કરવાની માગણી કરી છે.

Nirbhay Marg News YouTube Channel

ચૂંટણીપંચને પણ સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યો છે.

આ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને પણ ચૂંટણી બોન્ડને લગતી તમામ જાણકારીઓ તેની વેબસાઇટ પર અપડેટ કરવા કહેવામાં આવ્યું છે. એસબીઆઇને કહેવાયું છે કે તે ચૂંટણી બોન્ડની જાણકારી 3 અઠવાડિયામાં ચૂંટણી પંચ સાથે શેર કરે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી બોન્ડને ગેરબંધારણીય અને આરટીઆઈનું ઉલ્લંઘન કરનારું જાહેર કરતાં પાંચ જજોની બેન્ચે આ ચુકાદો સંભળાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર:

સુપ્રીમ કોર્ટની બેન્ચે માટે ઘોષાયું કે જે બોન્ડ કેશ નથી થતાં તેને પાછા લઈ લેવામાં આવે. ચૂંટણીપંચને પણ 13 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ડેડલાઈન સુધીમાં ચૂંટણીપંચે તેની વેબસાઇટ પર ચૂંટણી બોન્ડને લગતી તમામ માહિતીઓ એસબીઆઈ પાસેથી મેળવીને અપલોડ કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લોકોને એ જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષોને કોણે અને કેટલું ડોનેશન આપ્યું? સુપ્રીમ કોર્ટની આ ચુકાદો કેન્દ્ર સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટનો રાજકીય પક્ષો અને બેન્કોને નિર્દેશ આપ્યો છે.

જે ચૂંટણી બોન્ડ 15 દિવસની વેલિડિટીના પીરિયડમાં છે પરંતુ અત્યાર સુધી રાજકીય પક્ષો દ્વારા તેને રોકડમાં વટાવાયા નથી તે બોન્ડ ખરીદારને પરત કરવામાં આવે. આ બોન્ડ ઈશ્યુ કરનાર બેન્ક બોન્ડની રકમ ખરીદારને રિફંડ કરે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો