એશિયા કપ-2023માં સુપર-4 તબક્કાની ચોથી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતે શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકા તરફથી ધનંજય ડી સિલ્વા અને દુનિથ વેલ્લાગે ક્રિઝ પર છે.
જસપ્રીત બુમરાહએ પથુમ નિસાન્કાને 6 રને આઉટ કર્યો હતો.બુમરાહે મેન્ડિસને,સિરાજે દિમુથ કરુણારત્ને આઉટ કર્યો હતો.સદીરા સમરવિક્રમા કુલદીપની બોલિંગમાં આઉટ થયો હતો,પછીની ઓવરમાં તેણે ચરિથા અસલંકાને આઉટ કર્યો હતો. તો રવીન્દ્ર જાડેજાએ કેપ્ટન દાસુન શનાકાને આઉટ કર્યો હતો.
ટીમે ત્રીજી ઓવરમાં પથુમ નિસાન્કા (6 રન)ની વિકેટ ગુમાવી હતી. કુસલ મેન્ડિસ (15 રન)એ ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ સાતમી ઓવરમાં બુમરાહનો શિકાર બન્યો હતો. આઠમી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરુણારત્ને (2 રન)ને પેવેલિયન મોકલ્યો હતો. શ્રીલંકાએ પ્રથમ 10 ઓવરમાં 39 રન બનાવ્યા બાદ 3 વિકેટ ગુમાવી દીધી હતી.
- Advertisement -
ભારતીય ટીમ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમની પિચ પર ભારતીય બેટર્સ શ્રીલંકાના સ્પિનરો સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ટીમની તમામ વિકેટ સ્પિનરોએ લીધી હતી. શ્રીલંકન ટીમ તરફથી લેફ્ટ આર્મ સ્પિનર દુનિથ વેલ્લાગેએ 5 વિકેટ લીધી હતી જ્યારે ઓફ સ્પિનર ચરિથ અસલંકાએ ચાર બેટર્સને આઉટ કર્યા હતા. મહિશ થિક્સાનાને એક વિકેટ મળી હતી.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 53 રન બનાવ્યા હતા. રોહિતે તેની વન-ડે કારકિર્દીની 51મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 10 હજાર વન-ડે રન પણ પૂરા કર્યા. રોહિત સિવાય કેએલ રાહુલે 39 રન અને વિકેટકીપર ઈશાન કિશને 33 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર અને સિરાજે છેલ્લી વિકેટ માટે 26 રનની ભાગીદારી કરી હતી.