|

POLITICS: કોંગ્રેસની લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર ગુજરાતના 7 નામ શામેલ

congress

કોંગ્રેસે ગુજરાતમાં 2 ધારાસભ્યો, 1 પૂર્વ ધારાસભ્ય અને 4 નવા ચહેરા મેદાને ઉતાર્યા, ગેનીબેન બનાસકાંઠાથી, વસોયા પોરબંદરથી લડશે

LOKSABA ELECTION 2024: કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, પોરબંદરથી લલિત વસોયા, બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી, વલસાડથી અનંત પટેલ, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, અમદાવાદ પશ્વિમથી ભરત મકવાણા અને કચ્છથી નીતિશ લાલનને ટિકિટ અપાઇ છે.

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર ની ટિકિટ લગભગ ફાઇનલ જ ગણાતી હતી. જેના પાર આજે કોંગ્રેસે મહોર મારી દીધી છે.ગેનીબેન વાવ સીટ પરથી વિધાનસભા જીત મેળવી ધારાસભ્ય બન્યા હતાઅને કોંગ્રેસના વફાદાર ગણાય છે.

આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ જાહેર કરાયા હતા.