MEHSANA : ઘરફોડ ચોરીની ગેંગના ૩ ઈસમોને S.O.G એ પકડી પાડ્યા


એસ.ઓ.જી.પો.ઇન્સ.શ્રી. એ યુરોઝ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એન.પી.પરમાર તેમજ એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મહેસાણા ટાઉનમાં ઇશ્વરકુટીર (ભુતનાથ) પાસે સાંઇબાબા મંદિર રોડ શ્રી સંન્યાસી મહેશ્વરાનંદ માતાજી ના આશ્રમ ખાતે ઘરફોડ ચોરીનો બનાવ બનેલ તે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ એસ.ઓ.જી પોલીસ સ્ટાફ વર્કઆઉટમાં હતા.

દરમિયાન હ્યુમન સોર્સ આધારે પો.કો. દિગ્વિજયસિ તથા પો.કો. વિષનાશસિંહ બાતમી હકીકત મળેલ કે, ત્રણ શકમંદ ઇસમો એક થેલી સાથે શકમંદ હાલતમા મહેસાણા પ્રદુષણ પરાથી ધોબીઘાટ તરફ આવી રહેલ છે

Nirbhay Marg News YouTube Channel

જે પૈકી એક ઇસમે શરીરે સફેદ ટી શર્ટ તથા વાદળી કલરનુ લોવર તથા બીજા ઇસમે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે તથા ત્રીજા ઇસમે પીળી ટી શર્ટ તથા આસમાની કલરનુ પેન્ટ પહેરેલ છે જે હકીકત આધારે ઉપરોક્ત હકીકત વર્ણન વાળા ત્રણ ઇસમો આવતા ત્રણેય ઇસમોને કોર્ડન કરી પકડી લઇ સદરી ત્રણેય ઇસમો પૈકી પ્રથમ દેવીપુજક (વરેચીયા) કોહીનુર મહેશભાઇ હિરાભાઇ ઉ.વ-૧૯ રહે-મહેસાણા પ્રદુષણપરા ભીમનાથ મહાદેવ મંદિર પાછળ તા.જી- મહેસાણા વાળા પાસે એક સફેદ કલરની પ્લા.ની થેલી હોઇ જે થેલીમા જોતા ત્રણ નાની પ્લા.ની થેલીઓમા પરચુરણ રોકડ રૂપિયા ભરેલ હોઇ

Nirbhay Marg News YouTube Channel

જે પૈકી પ્રથમ થેલી થેલીમા રૂ-૫ ના દરના ચલણી સિક્કા ભરેલ હોઇ જે રૂપ ના દરના ચલણી સિક્કા ગણી જોતા નંગ-૩૪ કિં ૩ ૧૭૦/- બીજી થેલીમા રૂ-ર ના દરના ચલણી સિક્કા ભરેલ હોઇ જે રૂ-ર ના દરના ચલણી સિક્કા ગણી જોતા નંગ-૨૨૭ કિ ૪૫૪/- થયેલ તેમજ ત્રીજી નાની પ્લા.ની થેલીમા રૂ-૧ ના દરના ચલણી સિક્કા ભરેલ હોઇ જે રૂ-૧ ના સિક્કા ગણી જોતા નંગ-૬૦૫ કિં ૬૦૫/- થયેલ

તથા સદર થેલીમા એક લાલ કચકડાના નાના ગોળ બોક્ષમા ચાદીનો સિક્કો આગળના ભાગે અંબાજી માતાજી તથા પાછળના જય માતાદી લખેલ છે જેની કિ આશરે રૂ ૨૦૦/- ની ગણાય સદરી ઇસમની અંગજડતી કરતા રોકડ રકમ ૩૭૫૦૦/- મળી આવેલ તથા એક સેમસંગ ગેલેક્ષી ૧૧ કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવેલ જેનો આઇએમઇઆઇ નંબર-૩૫૫૬૯૨૧૧૭૩૩૬૯૦૪ તથા ૩૫૫૬૯૩૧૧૭૩૩૬૯૦૨ નો છે

જેની કિ ૩ ૫,૦૦૦/- ની ગણાય તે સિવાય બીજી કોઇ ચીજવસ્તુ મળી આવેલ નથી

તેમજ બીજા ઇસમ દેવીપુજક (દાતણીયા) દિનેશભાઇ ઉર્ફે દિલીપ અમૃતલાલ કેશાભાઇ ઉ.વ. ૨૮ રહે-મહેસાણા પ્રદુષણપરા ભીમનાથ મંદિર પાછળ તા.જી-મહેસાણા મૂળ રહે-ગોકળગઢ તા જી મહેસાણા વાળાની અંગઝડતી કરતા સદરી ઇસમ પાસેથી રોકડ રકમ રૂ ૩૦૦૦/- મળી આવેલ તથા ત્રીજા ઇસમ દેવીપુજક વસંતભાઇ ઉર્ફે ટીનાભાઇ સીતારામ મફતલાલ ઉવ-૨૦ રહે-મહેસાણા પ્રદુષણપરા ભીમનાથ મંદિર પાછળ તાજી-મહેસાણા મૂળ રહે.વડનગર પીઠૌડી દરવાજા સેભર વાસ જી-મહેસાણા વાળાની અંગજડતી કરતા તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડ રકમ રૂ ૮,૦૦૦/- મળી આવેલ

સદરી ત્રણેય ઇસમોની પુછપરછ દરમિયાન આજથી આશરે ચારેક દિવસ અગાઉ ઉપરોક્ત ત્રણેય જણા તથા દેવીપુજક સંતોષકુમાર ઇશ્વરભાઇ રહે-મહેસાણા પ્રદુષણપરા તા.જી.મહેસાણા વાળા ભેગા મળી મહેસાણા ખારી નદી પાસે ઇશ્વર કુટીર ભુતનાથ મંદિર સાઇબાબા રોડ ખાતે આવેલ હોઇ ત્યા રાત્રીના સમયે જઇને રોકડા રૂપિયા તથા પરચુરણ રૂપિયાની ચોરી કરેલ હતી

જેવી હકીકત જણાવતા હોઇ સદરી ઇસમો પાસે કુલ રોકડ રૂ ૧૯૭૨૯- તથા એન્ડ્રોઇડ મોબાઇલ કિં. રૂ ૫,૦૦૦/- તથા ચાંદીનો સિક્કો કિ ૩ ૨૦૦/- નો ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવેલ હોઇ જેથી રોકડ રકમ તથા એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ મળી કુલ રૂ ૨૪,૯૨૯/-નો મુદ્દામાલ સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી ત્રણેય ઇસમોને આજરોજ કલાક-૨૨/૩૦ વાગે સી.આર.પી.સી કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે

આરોપીઓને આગળની ઘટતી કાર્યવાહી કરવા સારૂ મહેસાણા શહેર એ ડીવી પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો