સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોને લઈને ચાલી રહેલો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. આજે સંત સમાજની બેઠક પણ યોજાઈ હતી. તો બીજી તરફ આ સમગ્ર વિવાદ મામલે હવે રાષ્ટ્રીય સ્વયં સંઘ એટલે કે RSS ની એન્ટ્રી થઈ છે.
વિવાદનો અંત લાવવા RSS એ દરમિયાનગીરી કરી છે. RSS ના રામ માધવે સાધુ સંતો સાથે બેઠક કરી છે. રામ માધવે સાળંગપુરની મુલાકાત લીધી છે. તેમણે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ સંતો સાથે બેઠક કરી છે. ભીંતચિત્રના વિવાદ વચ્ચે આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, રામ માધવ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સચિવ છે અને હાલ RSS માં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. રામ માધવ RSS ના અખિલ ભારતીય કાર્યકારણીના સદસ્ય છે. તેઓએ 15 થી 20 મિનિટ સુધી મંદીર પ્રશાસન સાથે મુલાકાત કરી.