રાજ્યમાં ફરી એકવાર ડમીકાંડનો મુદ્દો ગરમાય તો નવાઇ નહીં. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હુંકાર કર્યો છે કે, ૧૫ દિવસમાં ડમીકાંડને લઇને સૌથી મોટો ખુલાસો કરવામાં આવશે. એક મુલાકાત દરમિયાન યુવરાજસિંહે દાવો કર્યો કે ડમીકાંડના તાર ભાવનગર જ નહીં, સૌરાષ્ટ્રના અનેક શહેરો સુધી જાેડાયેલા છે.
આ વખતે યોગ્ય પુરાવા સાથે સામે આવીને પર્દાફાશનો યુવરાજે દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, યુવરાજસિંહ જાડેજાની ભાવનગર ડમીકાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જાડેજા પર ડમી કૌભાંડમાં કેટલાક ઉમેદવારોના નામ છુપાવવા માટે એક કરોડ રૂપિયા લેવાનો આરોપ હતો. તેથી ભાવનગર પોલીસે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
આ કેસમાં યુવરાજસિંહ જાડેજાને ભાવનગર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ત્યારે ફરી એકવાર યુવરાજસિંહે ડમીકાંડને લઇને મોટો ખુલાસો કરવાનું નિવેદન આપ્યું છે.