ગત મોડીરાત્રે વડોદરાના કરજણ તાલુકાના નાની સ્યાર ગામમાં ફસાયેલ 16 વ્યક્તિઓનું NDRF દેવદૂત બની રેસ્ક્યૂ કર્યું
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના
ગઈકાલે શરૂ થયેલ વરસાદના કારણે અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલ વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની ખૂબ આવક થઈ છે. પરિણામે નર્મદા નદીમાંથી પાણી છોડતા વડોદરા જિલ્લાના ત્રણ તાલુકાના નીચાણવાળા ગામોમાં અસર સર્જાઈ છે. ગઈકાલે મોડી રાત્રે ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના 11 ગામોમાંથી 1110 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.
- Advertisement -
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતાં ડભોઈના કરનાળીમાંથી 9, નદેરિયામાંથી 17, શિનોરના દિવેર (મઢી) 24, બરકાલના 7, માલસરના 84, કરજણ તાલુકાના પુરામાંથી 600, આલમપુરાના 180, લીલાઇપુરાના 25, ઓઝના 24, નાનીકોરલના 130 અને શાયરના 10 સહિત કુલ 1110 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
કડાણા ડેમમાં નવા નીરની આવક થતાં પાંચ લાખ ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે, તેથી મહી નદી આસપાસ આવેલા વડોદરા જિલ્લાના ગામોના લોકોને સલામત સ્થળે જવા માટે અને નદીના કિનારે ના જવા વડોદરા કલેકટર અતુલ ગોરે વિનંતી કરી છે.
રાજ્યના વિવિધ વિસ્તરોમાં NDRF 6 બટાલિયન તૈનાત કરવામાં આવી છે. ગત મોડી રાત્રે SDM કરજણ તરફથી માહિતી મળી હતી કે, નાની સ્યાર ગામમાં પાણી ભરાઈ જવાથી 8થી 9 લોકો ફસાયા છે. આ માહિતી મળતાની સાથે NDRF 6 વહેલી સવારે બે કલાકની ભારે જહેમત બાદ 16 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સફળતા મળી હતી.
વડોદરા જિલ્લામાં નોંધાયેલ વરસાદ
- Advertisement -
સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના આંકડા | |
વિસ્તાર | વરસાદ (મીમીમાં) |
સાવલી | 29 મીમી |
વડોદરા | 32 મીમી |
વાઘોડિયા | 36 મીમી |
ડભોઇ | 93 મીમી |
પાદરા | 40 મીમી |
કરજણ | 56 મીમી |
શિનોર | 51 મીમી |
દેસર | 75 મીમી |