PSL 2024 Final : ભારતીય ચાહકો માટે ખુશીના સમાચાર, લાઈવ મેચ જુઓ આ રીતે

PSL 2024 Final

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2024 ની ફાઈનલ મેચ 18 મી માર્ચ, 2024 ના રોજ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ઈસ્લામાબાદ યુનાઈટેડ અને મુલ્તાન સુલતાન વચ્ચે રમાશે. મુલ્તાન સુલતાન, મોહમ્મદ રિઝવાનની કપ્તાની હેઠળ, 10 મેચમાં 7 જીત સાથે ટોચ પર રહી હતી. ત્યારબાદ તેમણે ક્વોલિફાયરમાં પેશાવર ઝાલ્મીને 7 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. 2021માં એક વખત ટાઇટલ જીતી ચુકેલા મુલ્તાન સુલતાન હવે બીજી વખત ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે.

રિઝવાનના મુલ્તાન સુલ્તાંસ અને શાદાબ ખાનની ટીમ ઈસ્લામાબાદ યુનાઇટેડ સાથે મુકાબલા કરવા માટે તૈયાર છે. જે સતત 4 જીત મેળવી ફાઇનલમાં પહોંચી છે. પીએસએલની પહેલી 3 સીઝનમાંથી 2માં જીત મેળવ્યા બાદ, તે 2018 બાદ પહેલીવખત છે, તેમણે ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. ત્યારે ચાહકોને એક રોમાંચક મેચની આશા છે.

Nirbhay Marg News YouTube Channel

ભારતમાં પીએસએલ 2024ની લાઈવ સ્ટ્રીમિંગ ફૈનકોડ પર ઉપલબ્ધ છે. ભારતીય ચાહકો ફૈનકોડ એપ અને વેબસાઈટ પર મુલ્તાન સુલ્તાંસ અને ઈસ્લામાબાદ યુનાઈટેડની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ફૈનકોડ પર પીએસએલ 2024 ફાઈનલ જોવા માટે ચાહકોને સબસ્ક્રિપ્શનની જરુર રહેશે. આખી ટૂર્નામેન્ટ જોવા માટે 149 રુપિયાનો ચાર્જ લાગશે પરંતુ હવે માત્ર ફાઈનલ જોવી છે તો, 25 રુપિયાનો ચાર્જ ભરી મેચ જોઈ શકો છો. ફૈનકોડ પર વર્ષનું સબ્સક્રિપ્શન માત્ર 999 રુપિયા છે.

Nirbhay Marg News YouTube Channel

ઈસ્લામાબાદ યુનાઇટેડની ટીમ:

PSL 2024 Final 2

શાદાબ ખાન, નસીમ શાહ, જૉર્ડન કૉક્સ, ઈમાદ વસમી, આઝમ ખાન, ફહીમ અશરફ, એલેક્સ હેલ્સ, કૉલિન મુનરો, રુમ્મન રઈસ, ટાઈમલ મિલ્સ, મૈથ્યુ ફોર્ડ, સલમાન અલી આગા,કાસિમ અકરમ, શહાબ ખાન, હુનૈન શાહ, ઉબેદ શાહ, શમીલ હુસૈન,ટૉમ કુરેન

મુલ્તાન સુલ્તાંનસની ટીમ: મોહમ્મદ રિઝવાન, ઈફ્તિખાર અહમદ, ડેવિડ વિલી, ખુશદિલ શાહ, ઉસામા મીર, ડેવિડ માલન, અબ્બાસ અફરીદી, રીસ ટૉપુલે, ઈહસાનુલ્લાહ , ફૈસલ અકરમ, રીઝા હેડ્રિક્સ, તૈય્યબ તાહિર , શાહનવાઝ દહાન, મોહમ્મદ અલી, ઉસમાન ખાન, યાસિર ખાન, ક્રિસ જૉર્ડન, આફતાબ ઈબ્રાહિમ

મેચનો સમય:

તારીખ: 18 મી માર્ચ, 2024
સમય: સાંજે 7:30 વાગ્યે (IST)

PSL 2024 Final : https://www.fancode.com/

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો