તત્કાલીન PSI ડી.એમ.વ્યાસ ની કારકિર્દી ખતમ કરવા ફરિયાદ કરી હતી
મહેસાણામાં પોલીસબેડામાં ફફળાટ મચાવનારો એક કિસ્સો સામે આવ્યો છે.મહેસાણા સેસન્સ કોર્ટના જજે એક જાેરદાર ચુકાદો આપતાં ચર્ચાનો વિષય બન્યો છે.સાંથલ પોલીસ સ્ટેશનના ASI એ તત્કાલીન PSI ની કારકિર્દી ખતમ કરવા એસીબીમાં કરેલી ફરિયાદ ખોટી જાહેર થતાં ૨૦૦૭માં સેશન્સ જજે તેમની સામે ગુનો નોંધવા આદેશ કર્યો હતો. સાંથલ પોલીસ સ્ટેશનના એએસઆઈ વાઘુ અરજણભાઈ દેસાઈ બંદોબસ્તમાં ગેરહાજર પડતાં તેમજ ઈજપુરામાં બંદોબસ્તમાં મૂકવાના કારણે મનદુઃખ થતાં પીએસઆઈ ડી.એમ. વ્યાસ અને એએસઆઈ ગોરધન રેવાશંકર ઉપાધ્યાયની કારકિર્દી ખતમ કરવા વર્ષ ૨૦૦૩ માં ACB માં ફરિયાદ કરી હતી.તેથી એસીબીએ PSI અને ASI ને લાંચના છટકામાં ઝડપ્યા હતા.
૨૦૦૭માં આ કેસનો ચુકાદો આવતાં એસીબીની ફરિયાદ ખોટી જાહેર થઈ હતી. તેથી તત્કાલીન સેસન્સ જજ વી.એસ. દવેએ એસીબીના કેસમાં સમરી ભરી ફરિયાદી વાઘુ દેસાઈ સામે ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો, જેને પગલે તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ મહેસાણા ચીફ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ મહિડાએ સરકારી વકીલ ભરતભાઈ સોનીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી નિવૃત ASI વાઘુ અરજણભાઈ દેસાઈને ૨ વર્ષ કેદ અને રૂ.૧ હજારનો દંડ ફટકાર્યો હતો.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper