કોંગ્રેસે કર્યો કટાક્ષ – લોભ લાલચવાળા પ્રતિનિધીને જનતાએ સ્વીકારવા ન જાેઈએ
મહેસાણા જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીના શ્રી ગણેશ વિસનગરથી થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.નવા સમીકરણો પ્રમાણે વિસનગર તાલુકા પંચાયતના પ્રમુખની બેઠકનો પ્રકાર એસ.સી મહિલા છે.વિસનગર તાલુકા પંચાયત પર ભાજપનો કબ્જાે પણ છે પરંતુ ભાજપના ચૂંટાયેલા સભ્યો પૈકી એક પણ એસ.સી મહિલા ન હોવાથી ભાજપને સામે ચાલીને કોંગ્રેસના મહિલા સભ્યને તાલુકા પંચાયતનું પ્રમુખ પદ આપવાનો વારો આવોત પરંતુ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે આજે મોડી સાંજે ખેલ પાડી કોંગ્રેસના ત્રણ સભ્યોને ભાજપમાં જાેડી કોંગ્રેસના મોઢામાંથી કોળીયો છીનવી લીધો છે.
પ્રાપ્ત માહિતિ અનુસાર જિલ્લા ભાજપ કાર્યાલક ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા ભાજપના હોદેદારો ની હાજરીમાં સાંજે છ કલાકે બેઠક યોજી હતી જેમાં વિસનગર કોંગ્રેસના પ્રમુખ પદ ધરાવતા મહિલા સભ્ય પુષ્પા બેન ચંદ્રકાન્ત ભાઈ વણકર,રણજીત જી ઠાકોર,અને ભરત ભાઈ ચૌધરી કોંગી સભ્યોએ કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસમાં સોપો પડી ગયો હતો.
- Advertisement -
કોંગ્રેસ સત્તા હાંસલ કરે એ પહેલા ભાજપે ખેલ પાડ્યો
વિસનગર તાલુકા પંચાયત અનુચિત જાતિના માત્ર એક મહિલા કોંગ્રેસ સભ્ય પુષ્પાબેન હતા.જેઓ હવે કેશરીયા ધારણ કરી ભાજપમાં જાેડાઈ ગયા હતા.આથી ભાજપના ૧૭ સભ્યો અને કોંગ્રેસના ૩ સભ્યો ભાજપમાં જાેડાઈ જતા હવે કુલ ૨૦ સભ્યો બનવા પામ્યા હતા. તેમજ વિસનગર તાલુકા પંચાયતમા હવે આપ ૧,કોંગ્રેસ ના ૩ સભ્યો રહ્યા છે.
લાલચમાં આવી સભ્યો ભાજપમાં જાેડાયા – રણજીત સિંહ,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
આ ઘટનાક્રમ વિશે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત સિંહે નિવેદન આપ્યું છે કેે, “લોભ લાલચ વાળા વ્યક્તિઓ આવી રીતે જતા રહે છે.પ્રજાએ આવા લોભ લાલચ વાડા પ્રતિનિધિઓને ભવિષ્યમાં કોઈ પણ ચૂંટણીમાં ઉભા રહે તો ન સ્વીકારવા જાેઈએ.આ સભ્યો લોભ લાલચ,નાણાકીય વ્યવહાર ને કારણે જાેડાયા છે.આવા સભ્યોને પ્રજાએ સ્વીકારવા જાેઈએ નહીં. પક્ષ પલટો કરનાર સભ્યો સામે કોંગ્રેસ પગલાં જરૂર લેશે.”