|

POLITICS: કોંગ્રેસના ડેર, મોઢવાડિયા અને કંડોરિયાના કેસરિયા ધારણ કર્યા

bjpfgujarat

POLITICS: ગઈકાલે 4 માર્ચે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના તમામ સભ્ય પદેથી રાજીનામું આપતાની સાથે કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો .ત્યારે આજે કમલમ ખાતે કોંગ્રેસના ત્રણેય નેતાઓએ કેસરીયા કર્યા છે. આ ત્રણેય નેતાઓને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભાજપનો ખેસ-ટોપી પહેરાવી વિધીવત રીતે સ્વાગત કર્યું છે.

કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા બાદ સી.આર પાટીલનું નિવેદન:

Nirbhay Marg News YouTube Channel

મોઢવાડિયા અને અંબરીશ ડેરને ભાજપમાં જોડ્યા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, વિકાસના નામે જીતાય નહિ એમ કહેનારા લોકોને પરિણામ સમયે ખ્યાલ આવે છે કે લોકો વિકાસ ઈચ્છે છે. મોદીએ 4 સેક્ટર પસંદ કર્યા. મહિલાઓ આજે મોદી પર વિશ્વાસ કરે છે કેમ કે તેમને હક અપાવ્યા છે.

Nirbhay Marg News YouTube Channel

આખા વિશ્વમાં જો યુવાનોની જવાબદારી લીધી હોય તો એ મોદી છે. ખેડૂતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરાવ્યા. ગરીબો માટે સહાય યોજનાના દરવાજા ખોલી ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. 140 કરોડમાંથી 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. વિકસિત દેશોને પણ લાગે છે કે હવે ભારતને રોકી શકાય એમ નથી. લોકોને મદદ કરવાની ભાવના સાથે રાજકીય કારકિર્દી શરૂ કરી છતાં નિરાશ થયા હશો અને એટલે જ આજે ભાજપમાં લોકો જોડાઈ રહ્યા છે તે તમામનું સ્વાગત છે.

ભાજપમાં જોડાયા પછી અંબરીશની પ્રતિક્રિયા:

પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે, 2003થી 2010 સુધી સક્રિય રાજકારણમાં યુવા મોરચામાં કામ કર્યું છે.2017માં કોંગ્રેસે મને ટિકિટ આપતાં એ પક્ષમાંથી લડ્યો હતો. 3 વખત પાટિલ સાહેબે મને અલગ અલગ રીતે આમંત્રણ આપ્યુ હતું. કોંગ્રેસના મોવડી મંડળને નજીકના લોકોએ જે રીતે ગેરમાર્ગે દોર્યા અને એ સમયે મારા સહિત અનેક લોકોને ન ગમ્યું.રાજુલા મતસભા વિસ્તારમાંથી પણ આગામી સમયમાં લોકો જોડાશે. 2004માં આખા ગુજરાતમાં નગરપાલિકાના સૌથી નાની વયે પ્રમુખ તરીકે મોદી સાહેબે મારું સન્માન કર્યું હતું. આગામી સમયમાં I WANT TO PROVE MYSELF. પાર્ટી જે જવાબદારી સોંપશે એમાં પ્રામાણિકતા સાથે આગળ વધીશ.

ભાજપમાં જોડાયા પછી અર્જુન મોઢવાડિયાએ શું કહ્યું :

ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુ મોઢવાડિયાએ જણાવ્યું કે, મેં અને અંબરીશભાઈએ ગઈકાલે જ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. દેશની આઝાદી પહેલા દેશની પ્રજા, નાગરીકો, ક્રાંતિકારીઓ તમામ મહાત્મા ગાંધીની આગેવાનીમાં એકત્ર થયા અને રાજકીય આઝાદી મેળવવાનું લક્ષ્ય હતું પણ સામાજિક અને આર્થિક આઝાદી મેળવવાની બાકી છે.દેશમાં બદલાવ લાવી મહાસત્તા તરીકે સ્થાપવાનું સપનું મોદીએ જોયું છે એટલે તેની પર મોદી-શાહ કામ કરે છે. એ સમયે પણ તમામ વર્ગના લોકો એક છત નીચે ભેગાં થયા હતા. આ વખતે નરેન્દ્ર ભાઈની આગેવાની હેઠળ તમામ નાગરિક એક થઈને જોડાયા છે.

ભાજપ પાસે 156 રેકોર્ડ બ્રેક બેઠક છે. લોકસભામાં બહુમતી છે. કંઈ ખુટે છે અને ઉમેરવા આવ્યો છું એમ નહિ પણ રાજનીતિમાં આવી સામાજિક અને આર્થિક બદલાવ લાવવાનું સપનું જોયું હતું. અત્યારે એ પક્ષમાં એનજીઓ જેવી હાલત છે. અમે બદલાવ લાવી શકીએ એમ નહોતા અને ભાજપમાં મને આ સપનું સાકાર થતું હોય એમ લાગે છે એટલે ભાજપમાં જોડાયો છું.મોદી-શાહનો આભાર કે મારા જેવા વ્યક્તિનો સ્વીકાર કર્યો. મારી શક્તિ કમિટમેન્ટ સાથે ઉપયોગમાં લઈશ. બમણી શક્તિથી કામ કરીશ. લોભ-લાલચ વગર પક્ષમાં જોડાયો છું.

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો