વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિડનીના કુડોસ બેંક એરેના સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહ્યા હતા.
અહીં પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. મોદીએ નમસ્તે ઓસ્ટ્રેલિયાથી સંબોધન કર્યું હતું.
મોદીએ સિડનીના કુડોસ બેંક એરેનામાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કર્યું હતું.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું- ભારત માટે આખું વિશ્વ એક પરિવાર છે. હું 9 વર્ષ પછી ફરી એરેનામાં આવ્યો છું.
મોદીએ કહ્યું, જ્યારે પણ દુનિયામાં સંકટ આવે છે ત્યારે ભારત મદદ કરવા હંમેશાં તૈયાર રહે છે.
કોઈપણ આપત્તિ આવે, ભારત મદદ માટે આગળ આવે છે. આજે ભારત ફોર્સ ઓફ ગ્લોબલ ગ્રોથ હેઠળ કામ કરી રહ્યું છે.
અમે વિશ્વને એક કરવા માટે કામ કરી રહ્યા છીએ. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ… આ અમારી સરકારનો આધાર છે. આ જ અમારી દૃષ્ટિ છે.
PM મોદીએ કહ્યું, જ્યારે હું 2014માં આવ્યો હતો ત્યારે તમને વચન આપ્યું હતું. વચન એ હતું કે તમારે ફરીથી 28 વર્ષ સુધી ભારતના વડાપ્રધાનની રાહ જોવી પડશે નહીં.
આજે હું ફરી તમારી સામે હાજર છું. હું એકલો આવ્યો નથી. હું ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે આવ્યો છું.
તેમણે તેમના અત્યંત વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢ્યો એ અમારા, ભારતીયો પ્રત્યેનો તમારો પ્રેમ દર્શાવે છે. તમે હમણાં જે કહ્યું એ ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
તેમણે કહ્યું હતું કે ‘આ વર્ષે મને અમદાવાદમાં તમારા PMને આવકારવાની તક મળી.
આજે તેમણે અહીં લિટલ ઈન્ડિયાના લોકાર્પણમાં મને સાથ આપ્યો છે. આભાર મારા મિત્ર એન્થની. ઓસ્ટ્રેલિયાના વિકાસમાં ભારતીય સમુદાયનું યોગદાન પણ રહ્યું છે.