PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન..

0
155

વડાપ્રધાનની જાહેરાત- 15થી 18 વર્ષના લોકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે

દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ અને DNA વેક્સિન પણ આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાને 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન અપાશે તેવી જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું કે દેશમાં ટૂંક સમયમાં જ નેઝલ અને DNA વેક્સિન પણ શરૂ કરાશે. વડાપ્રધાનના સંબોધન પહેલાં DCGIએ બાળકોને વેક્સિન માટે કોવેક્સિનના ઈમરજન્સી યૂઝને મંજૂરી આપી છે.

તેમને કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત PMએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનેશનને લઈને જાણકારી આપી.

વડાપ્રધાને કહ્યું- અમે આ વર્ષના અંતિમ સપ્તાહમાં છીએ. 2022 હવે આવવાનો છે. તમે બધાં તેની સ્વાગતની તૈયારીમાં છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સચેત રહેવાનો પણ ભય છે. આજે અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સંકટ વધ્યું છે. ભારતમાં પણ સંકટ વધ્યું છે. સાવધાની રાખો, સતર્ક રહો, પેનિક ન બનો. માસ્કનો ઉપયોગ કરો, થોડી થોડી વારે હાથ ધોતા રહો. હવે જ્યારે વાયરસ મ્યૂટેટ થઈ રહ્યો છે, તો આપણી ઈનોવેશનની ક્ષમતા પણ વધી છે. આજે આપણી પાસે 18 લાખ આઈસોલેશન બેડ્સ છે.

1 લાખ 40 હજાર ICU બેડ્સ છે. 90 હજાર વિશેષ બેડ્સ બાળકો માટે છે. 3000થી વધુ PSA ઓક્સિજન્ પ્લાન્ટ્સ કામ કરી રહ્યાં છે, 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દીધા છે. 141 કરોડ વેક્સિન ડોઝના મુશ્કેલ લક્ષ્યને ભારતે ક્રોસ કર્યું છે. વયસ્ક જનસંખ્યામાં ઓછામાં ઓછા 90 ટકાને વેક્સિનના એક ડોઝ આપવામાં આવ્યા છે. ભારતવાસી તે વાત પર ગર્વ કરશે કે આપણે તમામ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here