PATAN : રક્ષાબંધનનો તહેવાર બન્યો ગોઝારો, સમી હાઈવે પર અકસ્માતમાં ૩ ના મોત


આજે દરેક વહાલસોઈ બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાથના કરે છે.પરંતુ ક્યારેક રક્ષાબંધનના દિવસે જ કેટલીક કમનસીબ બહેનોના ભાઈ છીનવાઈ જતાં હોય છે. આ વખતે રક્ષાબંધનનો દિવસ રાધનપુરના રાવળ અને ઠક્કર પરીવાર માટે ગોઝારો બન્યો છે.આજે વહેલી સવારે ચાર વાગ્યાની સુમારે સમી શંખેશ્વર હાઈવે પર રોડ પર પાર્ક કરેલી મીની ટ્રક પાછળ એક વેગેનાર ગાડી ઘૂસી જતાં ૩ જણના ઘટના સ્થળે કમકમાટીભર્યો મોત થયાં હતા.

પ્રાપ્ત માહિતિ અનુસાર સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી.જેમાં સવાર હસમુખ છગનભાઈ ઠક્કર, પિન્ટુભાઈ સોમાભાઈ રાવળ અને દશરથભાઈ જહાભાઈ રાવળનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મળતી માહિતી મુજબ ત્રણેય મૃતક રાધનપુર આજુબાજુના ગામના છે.

વહેલી સવારે બનેલા ગોઝારા અકસ્માતની જાણ વહેલી સવારે બનેલા ગોઝારા અકસ્માતની જાણ થતાં સમી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને સમીની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી હતી. આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જાેરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઊડી ગયા છે.

નોંધનીય છે કે આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરુણ ઘટના બનતાં બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે.આ ઘટનાને પગલે મૃતકોના પરીવારજનો સમી રેફરલ હોસ્પીટલ દોડી આવ્યા હતા.હાલ તો આજનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે.

બ્યુરો રીપોર્ટ, સમી

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો