સિદ્ધપુરમાં છેલ્લા ચાર દિવસથી પાણી ન આવતાં પાલિકાએ ખોદકામ કર્યું તો એક પછી એક માનવ અવશેષો મળ્યા
સિદ્ધપુરના ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણી નહોતું આવતું, જેથી નગરપાલિકાની ટીમ દ્વારા પાણીની પાઇપલાઇનમાં ખોદકામ કરીને તપાસ કરવામાં આવી હતી.પાણીની પાઇપલાઇનમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

યુવતીનો મૃતદેહના કોહવાઇ ગયેલી હાલતમાં અવશેષો મળતાં પાલિકાની ટીમે તરત પોલીસને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે હાલ તો મૃતદેહના અવશેષોને પીએમ અર્થે ખસેડી આ લાશ કોની છે અને પાણીની પાઇપલાઇનમાં કઇ રીતે આવી એ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સિદ્ધપુર નગરપાલિની પીવાના પાણીની લાઈનમાંથી યુવતીની લાશ મળ્યા બાદ આ લાશ પાઈપલાઈનની ટીમાં ફસાઈ જતા ટુકડા થયાનું અનુમાન છે. પાઈપલાઈનમાંથી જે અવશેષો મળી આવ્યા છે તેનું બે ડોકટરોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
- Advertisement -

“આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે. પાઇપ લાઈનમાંથી મૃતદેહના અવશેષ મળ્યા છે. જેને લઈ પાણીની પાઇપલાઇનમાં અન્ય કોઈ મૃતદેહના અવશેષો ફસાયેલા છે કે નહીં તે માટે હવે નગરપાલિકા દ્વારા અન્ય વાલ્વ બંધ કરી ને ફુલ પ્રેશરથી પાણી છોડી ચેક કરવામાં આવશે. જો કોઈ અન્ય અવયવો પાઇપલાઇનમાં ફસાયેલા હોય તો બહાર નીકળી જાય” :- ચીફ ઓફિસર સંજય પટેલ