|

MEHSANA: ન્યુ ભાન્ડુ રેલ્વે સ્ટેશન નું વર્ચુઅલ ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

E-lokarpan Bhandu

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ. ૮૫ હજાર કરોડ ના વિવિધ રેલવે પરિયોજનાના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ યોજાયુ

ન્યુ ભાન્ડુ રેલ્વે સ્ટેશન, ભાંડુ ખાતે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રૂ. ૮૫ હજાર કરોડ ના વિવિધ રેલવે પરિયોજનાના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમના જીવંત પ્રસારણમાં પ્રેરક ઉપસ્થિતી નોધાવી હતી.

Nirbhay Marg News YouTube Channel

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારીત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો શુભારંભ કરાવવામાં અવ્યો હતો તેમજ રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, નવી લાઈન તથા અન્ય પરીયોજનાઓનો ઈ- શિલાન્યાસ અને ઈ-લોકાર્પણ કર્યા હતા.

Nirbhay Marg News YouTube Channel

વધુમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર-અમદાવાદ, રેલવે લાઇનનું ડબલિંગ/મલ્ટી-ટ્રેકિંગ અને ગેજ રૂપાંતરણ, અનેક રેલ ખંડોનું વિદ્યુતીકરણ, રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, રેલવે ગુડ્સ-શેડ ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ, ડિજિટલી નિયંત્રિત સ્ટેશન, સ્વચાલિત સિગ્નલિંગ રેલ ખંડ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ સોલર પાવર સ્ટેશન અને ભવન, રેલ કોચ રેસ્ટોરન્ટ વગેરે પરિયોજનાઓનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ.

એપીએમસી વિસનગરના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રેલવે વિભાગમાં થયેલા કામોની વિગતો રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટી.કે .વિદ્યાલય ભાંડુ, આદર્શ વિદ્યાલય ભાંડુ તેમજ અનુપમ પ્રાથમિક શાળાના 15 વિદ્યાર્થીઓને નિબંધ સ્પર્ધા વિજેતાઓનું સર્ટિફિકેટ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે એપીએમસી વિસનગરના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ, રેલવેના સભ્યશ્રી જસમીનભાઇ પટેલ, વિસનગર તાલુકા પ્રમુખશ્રી સતિષભાઈ પટેલ ,ભાંડુ અને મોટીદાઉ ગામના સરપંચશ્રીઓ તેમજ સ્કૂલના આચાર્યશ્રીઓ અને ડી.એફ.સી રેલવેના અધિકારીશ્રી માં સંજીવ સક્સેના અને આશિષભાઈ પટેલ તેમજ ગ્રામજનો અને બાળ્કો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા…

 

 

સમગ્ર ગુજરાત, ભારત અને વિશ્વભરના તમામ સમાચાર તમારા વોટ્સએપમાં મેળવવા માટે આ લિંક પર ટચ કરો

ઉત્તર ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

મધ્ય ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

દક્ષિણ ગુજરાતની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

કચ્છ - સૌરાષ્ટ્ર ની દરરોજ બનતી ઘટનાઓના સમાચાર વાંચવા આ લીંક ઓપન કરો

રમત ગમતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

ફિલ્મ જગતને લગતા સમાચાર જોવા માટે ટચ કરો

આજનું રાશિફળ જોવા માટે ટચ કરો

અવનવી ટેક્નોલોજી ની માહિતી જોવા માટે ટચ કરો

યૂટ્યૂબ ચેનલ જોવા માટે અહીં ટચ કરો

ફેસબુક પેજ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ટ્વિટર પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો

ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવા માટે અહીં ટચ કરો