યુક્રેનની રાજધાની કિવ પર ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલા કરવામાં આવ્યા છે
રશિયાના 50 અને યુક્રેનના 40 સૈનિકનાં મોતનો દાવો
રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો.
મિસાઈલ હુમલામાં અત્યાર સુધીમાં યુક્રેનનાં 40 સૈનિકો જ્યારે, યુક્રેને રશિયાના 50 સૈનિકોને માર્યા ગયા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. રશિયાના સૈનિકો યુક્રેનના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયા છે. યુક્રેન-રશિયા વિવાદ મુદ્દે PM મોદીએ બેઠક બોલાવી છે. આ બેઠકમાં NSA પણ હાજર રહેશે.
NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા કહ્યુ છે
રશિયા-યુક્રેન યુદ્ધ બાબતે NATOએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. NATOએ રશિયાને તાત્કાલિક સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને યુક્રેન અને તેની આસપાસના વિસ્તારોમાંથી તેના તમામ દળોને પરત બોલાવવા કહ્યું છે. NATOએ વધુમાં કહ્યુ હતુ કે રશિયાએ આંતરરાષ્ટ્રીય નિયમોનું સન્માન કરવું જોઈએ. વિશ્વ રશિયાના ઈરાદાઓને જોઈ રહ્યું છે, તે યુક્રેન પર તેની શક્તિનો ઉપયોગ કરી રહ્યું છે.
નોર્થ એટલાન્ટિક કાઉન્સિલની બેઠક બાદ, બ્રસેલ્સ (બેલ્જિયમ)માં NATO હેડક્વાર્ટર ખાતે સ્ટોલ્ટનબર્ગે મીડિયાને સંબોધતા કહ્યું હતુ કે, “અમારી પાસે ઉત્તરથી ભૂમધ્ય સમુદ્રમાં 100 થી વધુ જેટનો કાફલો અને 120 થી વધુ યુદ્ધ જહાજોનો કાફલો તહેનાત છે. અમે અમારા ગઠબંધનને હુમલાથી બચાવવા માટે જે જરૂરી હશે તે કરીશુ.